ભારતના પ્રથમ ઉભરતા સેમિકોન સિટી તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરતા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનમાં ઔદ્યોગિક વિકાસની સાથે વિશ્વસ્તરીય ભૌતિક,આર્થિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે.આ વિકાસથી હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ અને શહેરી સેવાઓના ક્ષેત્રે રોકાણ માટે વિશાળ તકો ઉભી થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIRમાં ચાલી રહેલા મુખ્ય અને મહત્વના ઔદ્યોગિક,સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે.મુખ્યમંત્રીની આ સમીક્ષામાં ધોલેરા એક આત્મનિર્ભર શહેરી અને ઔદ્યોગિક સ્થળ તરીકે ઉભરી રહ્યું હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.ધોલેરામાં હોસ્પિટાલિટી અને પ્રવાસન સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ધોલેરા SIRCમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણો

ધોલેરા ખાતે આગામી સમયમાં રોકાણકારો,ઔદ્યોગિક આગેવાનો,બિઝનેસ ડેલિગેશન અને મુલાકાતીઓ માટે અનેક હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ ઝડપથી શરૂ થવા જઈ રહ્યા છે.આવનાર પ્રોજેકેટ પર નજર કરીએ તો 42 રૂમનું ગેસ્ટ હાઉસ સુઈટ અને કોન્ફરન્સ સુવિધાઓ સાથે સજ્જ થશે. તો નવી બની રહેલી ફૂડ કોર્ટમાં એકસાથે આશરે 600 લોકોને જમવાની ક્ષમતા રહેશે.50 ટેન્ટનું ટેન્ટ સિટી પણ ઉપ્લબ્ધ રહેશે.ધોલેરા SIRCમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણો આવી રહ્યા હોવાથી, આગામી વર્ષોમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર અને હોસ્પિટાલિટી સેવાઓની માંગમાં મોટો ઉછાળો આવશે.ધોલેરા SIR નવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને હોટેલ પ્રોજેક્ટ્સ માટે દેશની અગ્રણી હોસ્પિટલ ચેઈન અને હોસ્પિટાલિટી ડેવલપર્સ માટે વહેલામાં વહેલી તકે પ્રવેશ મેળવવાની ઉત્તમ તક પૂરી પાડી રહ્યું છે.

ધોલેરા

ધોલેરાના ઔદ્યોગિક વિકાસનું એન્જિન

ટાટા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ધોલેરાના ઔદ્યોગિક વિકાસનું એન્જિન છે.ધોલેરાની આ ઝડપી પ્રગતિનું મુખ્ય ચાલક બળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનનો વિકાસ છે, જે ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના સૌથી મોટા રોકાણોમાંથી એક છે.આ પ્લાન્ટ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ,તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો, ટેકનોલોજી કંપનીઓ,રીસર્ચ સંસ્થાઓ અને કુશળ વ્યાવસાયિકો માટે એક વિશાળ ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યો છે,જેનાથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગમાં વધારો થયો છે. ઔદ્યોગિક વિકાસની સાથે ધોલેરા પર્યાવરણની સસ્ટેનીબીલીટી પણ સુનિશ્ચિત કરી રહ્યું છે.વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી એક્ટિવેશન એરિયાના 53 હેક્ટર વિસ્તારમાં આશરે 1.11 લાખ છોડ વાવવામાં આવ્યા છે.વૃક્ષોનો સર્વાઈવલ રેટ વધારવા અને ધોલેરાના વાતાવરણ અનુસાર ગ્રીન કવર મજબૂત કરવા માટે નવીન ડ્રમ પ્લાન્ટેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધેલેરા

ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ 

ધોલેરામાં રોકાણ આકર્ષકવામાં સુધારો કરતી વિવિધ કનેક્ટિવિટી સુવિધાઓ ઝડપથી પૂર્ણ થઈ રહી છે.આમાંથી કેટલીક કનેક્ટીવીટી પર નજર કરીએ તો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થવાથી વાહનવ્યવહાર ખૂબ જ સરળ બન્યો છે.ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ઘોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2026ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે.જે સ્થાનિક અને વૈશ્વિક કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે.ધોલેરામાં રેલ કનેક્ટિવિટીનું નેટવર્ક પણ મજબૂત બની રહ્યું છે.ભીમનાથ ધોલેરા લોજિસ્ટિક હબ રેલ લાઈન અને અમદાવાદ-ઘોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ રેલ લાઈન દ્વારા ધોલેરાને અમદાવાદ એરપોર્ટ અને લોથલ સાથે સીધું જોડવામાં આવશે.આ તમામ સુવિધાઓ કાર્યરત થતા ધોલેરા ભારત અને ગુજરાતના વિકાસમાં વધુ એકીકૃત રીતે સુવિધાઓ પુરી પાડી શકશે.ધોલેરા VGGS 2027માં ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે. ગુજરાત જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ કરી રહ્યું છે.ત્યારે ધોલેરા એક ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે. 

આ પણ વાંચોઃ Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે જાહેરમાં કહ્યું, મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ