ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના ફિક્સ પગારના કર્મચારીઓ માટે આ દિવાળી આનંદમય બની રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના કાર્યભારના પ્રથમ દિવસે જ એસ.ટી. કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
DYCM હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર નિમિત્તે રૂ. 10,000(દસ હજાર રૂપિયા) ની 'તહેવાર પેશગી' એડવાન્સ તરીકે આપવામાં આવશે.










