રાજ્યમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરી શકે.


[[$googlead]]

શિક્ષણ મંત્રીએ કાર્યવાહીની ચીમકી આપી

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને જો કોઈ શિક્ષક નિયમનો ભંગ કરતો જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નિયમો અનુસાર શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન આપવાની મનાઈ છે કારણે આપ્રવૃત્તિ તેમની શાળાકીય ફરજો પર નકારાત્મક અસર કરી શકે છે.

[[$alsoread]]

વાલીઓની અનેક ફરિયાદોને કારણે લેવામાં આવ્યો નિર્ણય

શિક્ષણ મંત્રીનું આ નિવેદન શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે. ખાનગી ટ્યુશનના કારણે ઘણીવાર એવી ફરિયાદો પણ આવે છે કે શિક્ષકો શાળામાં પૂરતું ધ્યાન નથી આપતા અથવા વિદ્યાર્થીઓને યુષણ મતે દબાણ કરે છે. શિક્ષણ મંત્રીના આ નિવેદનથી આવા ગેર્રીતિભર્યા કૃત્યો પર અંકુશ આવશે તેવી અપેક્ષા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ફાયદો થશે. કારણ કે તેઓને શાળામાં જ યોગ્ય શિક્ષણ મળી રહેશે અને ખાનગી ટ્યુશન પાછળ થતા ખર્ચમાંથી મુક્તિ મળશે.


  • Follow us on: