રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વેની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતો સરકારી ટીમની રાહ જોયા વિના, મોબાઇલ એપ્લિકેશન દ્વારા પોતાના ખેતરની પાક નુકસાનીનો સર્વે જાતે કરી શકશે. આ માટે "કૃષિ પ્રગતિ" નામની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


પાક નુકસાનીનો સર્વે ખેડૂતો જાતે કરી શકશે

આ પહેલથી સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે. ખેડૂતો માટે 'કૃષિ પ્રગતિ' એપ્લિકેશન દ્વારા સેલ્ફ-સર્વેની પ્રક્રિયા કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરવા માટે નીચે મુજબના પગલાં ભરવાના રહેશે.

"કૃષિ પ્રગતિ" એપના માધ્યમથી કરી શકાશે સર્વે

1. લોગ ઇન પ્રક્રિયા: ખેડૂતોએ સૌપ્રથમ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં 'કૃષિ પ્રગતિ' એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખીને એપ્લિકેશનમાં લોગ ઇન કરવાનું રહેશે. 2. સર્વેની શરૂઆત:લોગ ઇન થયા બાદ, એપ્લિકેશનમાં આપવામાં આવેલા "પાક નુકસાની" ઓપ્શન પર જવાનું રહેશે.આગળના પગલામાં, પોતાના ખેતરનો સરવે નંબર દાખલ કરવો પડશે અને તેની હદ (બાઉન્ડરી) ની ચકાસણી કરવાની રહેશે. 3. ફરજિયાત લોકેશન ચકાસણી:સર્વે કરવા માટે ખેડૂતોએ ભૌગોલિક રીતે જે તે ખેતરના 100 મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત છે. એપ્લિકેશન જીઓ-ટેગિંગ દ્વારા ખેડૂતની હાજરીની ચકાસણી કરશે.4. માહિતી ભરવી: ખેડૂતે પોતાના પાકનું નામ અને કેટલા વિસ્તારમાં (વાવણી લાયક વિસ્તાર) વાવણી કરી છે, તેની વિગતો પૂરી પાડવાની રહેશે. 5. ફોટો અપલોડ (જીઓ-ટેગિંગ સાથે): સર્વેના ભાગરૂપે, ખેડૂતોએ નુકસાની અંગેના બે (૨) ફોટોગ્રાફ્સ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે.

કૃષિ વિભાગે સર્વે અંગે ગાઇડલાઇન્સ બહાર પાડી

પ્રથમ ફોટો: આખા ખેતરનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. બીજો ફોટો: આ ફોટોમાં પાકને થયેલું ચોક્કસ નુકસાન સ્પષ્ટ દેખાય તે રીતે લેવાનો અને અપલોડ કરવાનો રહેશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં જ ખેડૂતનો સ્વ-સર્વે કૃષિ વિભાગના ડેટાબેઝમાં નોંધાઈ જશે. આ નવી પદ્ધતિથી ખેડૂતો માટે નુકસાનની વિગતો નોંધાવવાનું કાર્ય વધુ સુલભ અને સમયસર બની જશે.

  • Follow us on: