ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી પ્રક્રિયાના નિયમોમાં મહત્ત્વના ફેરફારો કર્યા છે. આ નવા નિયમ મુજબ હવે ભરતી માટે સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અત્યાર સુધી શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) પહેલા લેવાતી હતી, પરંતુ હવે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હવેથી લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે.
લેખિત પરીક્ષા પાસ કરનારાઓ જ શારીરિક કસોટી માટે લાયક













