ગાંધીનગર જિલ્લાના 18 જેટલા ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન શરૂ કરવા ઈ-રીક્ષા ફાળવવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ AIP-2025-26 (વાર્ષિક અમલીકરણ યોજના)અંતર્ગત ડોર ટુ ડોર કચરાના કલેક્શનને પ્રોત્સાહન આપવા ઈ-રીક્ષા અપાઈ છે. જેમાં કલોલ તાલુકાના 7 ગામ, માણસા તાલુકાના પાંચ ગામ અને દહેગામ તાલુકાના 4 ગામને ઈ-રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત કલોલના ગોવિંદપુરા (વેડા), બિલેશ્વરપુરા, છત્રાલ, અઢાણા, રામગનગર, ગણપતપુરા, પિયજ, માણસા તાલુકાના ઇટાદરા, હનુમાનપુરા (સમૌ), મણીનગર (સોજા), સોજા, નાદરી ખાતે ઈ-રીક્ષા અપાઈ છે. આ ઉપરાંત દહેગામ તાલુકાના ખાનપુર, અમરાજીના મુવાડા, રખીયાલ અને નાંદોલને લાભ મળ્યો છે.


જેમાં રખીયાલ અને નાંદોલમાં બે-બે ઈ-રીક્ષા ફાળવવામાં આવી છે. ઈ-રીક્ષાથી ગ્રામ પંચાયત દૈનિક ધોરણે સુકો અને ભીનો કચરોના કલેક્શનની કામગીરી કરી સ્વચ્છ ભારત મિશનને સફળ કરવાની કામગીરી હાથ ધરશે. તેમજ પોતાના ગામને સ્વચ્છ રાખી લોકોનું આરોગ્ય અને સુખાકારી વધારવામાં પણ ઈ-રીક્ષા સહાયરૂપ થશે.


  • Follow us on: