ગાંધીનગર સેક્ટર-24માં આજે સવારે એક હડકાયા થયેલા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. દોઢ કલાકમાં 15 જેટલી વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા.


બનાવ આજે સવારે નવ થી સાડા દસ કલાક વચ્ચે બન્યો હતો. હડકાયા થયેલા કૂતરાએ સેક્ટર-24ના શ્રીનગર, ડબલડેક્કર હરસિધ્ધીનગર વિસ્તારમાં રહેતા લોકોને ટાર્ગેટ કર્યા હતા. કૂતરાએ બંને સોસાયટીની ગલીઓમાં દોટ લગાવીને રસ્તે આવતા તમામ લોકો પર એટેક કર્યો હતો. જેમં પાંચથી છ બાળકોનો પણ સમાવેશ થાય છે. કૂતરું હડકાયુ થતા લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબુર બન્યા હતા. કોર્પોરેશન તંત્રને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ કૂતરું હાથમાં આવ્યું નહતું. અંતે લોકોએ પથ્થર, લાકડીના ઘા મારીને કૂતરાના રામ રમાડી દીધા હતા. બાદમાં લોકોએ રાહત અનુભવી હતી.


  • Follow us on: