માણસા ખાતે આવેલા તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા ઉપસ્થિત રહ્યાં હતા. જેઓએ ધાર્મિક તહેવારોનું મહત્વ અને ઉજવણી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગમાં માણસા શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા. માણસા શહેરમાં તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જેમને સંબોધતા ડો.પ્રવીણ તોગડીયાએ વર્તમાન સમયમાં ભારત તથા દુનિયામાં રહેતા હિન્દુઓને આવનારા પડકારોમાં કેમ સુરક્ષિત રાખવા તેમજ આગામી નવરાત્રી અને દિવાળીના તહેવાર કેમ ઉજવવામાં આવે છે તેની વાત કરી હતી. ઉત્સવો ઉજવવામાં પણ ગરીબ પરિવારોના ઘરમાં આનંદ પ્રસરાય તે માટે તેવા પરિવારોને દિવાળીમાં મીઠાઈ અને કપડા વહેંચવા તો નવરાત્રિમાં દુર્ગાપૂજન,કન્યા પૂજન, દશેરાના દિવસે શસ્ત્ર્ર પૂજન તથા અન્ય કાર્યક્રમો હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હિન્દુ સમાજ જાગરણનું કામ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે માણસા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના તમામ કાર્યકર મિત્રોની હાજરીમાં જગદીશગિરી ગોસ્વામી તાલુકા પ્રમુખ, રસિકભાઈ પટેલ તાલુકા મંત્રી, તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના સંયોજક મનોજભાઈ મોચી હાજર રહ્યાં હતા.

Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ









