અમદાવાદ-મહેસાણા હાઈવે પર લોખંડના સળિયાનું ઉત્પાદન કરી વેચાણ કરતા ગાંધીનગરના વેપારી કિરીટભાઈ વેલાણીએ સીઆઈડી ક્રાઈમમાં બાપુનગરના વિવેક રૈયાણી અને પરેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ બંને વિવેક અને તેમના ભાગીદાર પરેશે ફરિયાદી પાસેથી શરૂઆતમાં 2,56,39,301ની મત્તાના લોખંડના સળિયાની ખરીદી કરી હતી. આરોપીઓએ કુલ ખરીદી પેટે રૂ.1,64,89,301ની રકમ ચુકવી હતી. ફરિયાદીને લેવાના નીકળતા રૂ.91,50,000ની રકમ માટે આરોપીઓ વાયદા કરી નાણાં ચુકવવામાં બહાના કાઢતા હતા. ફરિયાદીએ સતત ઉઘરાણી ચાલુ રાખતા આરોપીએ પૈસા ચુકવવાની સ્પષ્ટ ના પાડી ધમકી આપી કે, સ્યૂસાઈડ કરી સ્યૂસાઈડ નોટમાં તમારૂ નામ લખી ફસાવી દઈશ. આખરે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









