ગાંધીનગરથી ચિલોડા જતા રોડ પર મહાદેવના મંદિર નજીક ઉભી રહેલી એક આર્મીની ટ્રક પાછળ બીએસએફ જવાનનું બાઇક ઘુસી પુત્રીનું મોત નીપજ્યું હતું.


રોશન ભીમ વિશ્વકર્મા (મુળ-પ.બંગાળ) બીએસએફ કેમ્પ લેકાવાડા ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને પરિવાર સાથે ચિલોડાની આસ્થા સોસાયટીમાં રહે છે. ગત 30 મીએ લેકાવાડા કેમ્પમાં રાઈઝિંગ ડેની ઉજવણી નિમીત્તે કાર્યક્રમ રાખવવામાં આવ્યો હતો જેમાં રોશન વિશ્વકર્મા તેમની 5 વર્ષની દીકરી આદિત્રી સાથે બાઇક ઉપર ગયા હતા. રાત્રે કાર્યક્રમ પુર્ણ કરીને પરત ઘરે જવા નીકળ્યા હતા ત્યારે દીકરી આદિત્રી બાઇક આગળ બેસી હતી. રાત્રે દશેક વાગ્યે ચિલોડા ગાધીનગર રોડ પર મહાદેવના મંદિર નજીક રો.ડ પરથી પસાર થતા હતા ત્યારે રોડ ઉભેલા એક આર્મીના ટ્રકની પાછળ રોશન વિશ્વકર્માનું બાઇક અથડાઇ જતા અકસ્માત થયો હતો. બંને પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા, જેમાં આદિત્રીને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી તેમજ કોન્ટસ્ટેબલને બંને હાથે ઇજાઓ થઇ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 વર્ષિય આદિત્રીનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાયો હતો.

કારની ટક્કરે BSF જવાનના પત્નીનું મોત

ચિલોડાથી ગાંધીનગરના સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક બીએસએફ જવાનના પત્નિનું મોત નિપજ્યુ હતુ તેમજ દહેગામમાં રહેતા એક રિક્ષાચાલક ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતા. ઓવરસ્પીડ કારના ચાલકે પહેલા મહિલાને ઉડાડી હતી અને બાદમાં રિક્ષાને ટક્કર મારીને પલટી ખવવાડી દીધી હતી. મહિલાનુ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું તથા રિક્ષાચાલક ઇજાગ્રસ્ત થયો હતો. રિક્ષાચાલકને જવાનોએ દોડી આવીને બહાર કાઢયો હતો. બીએસએફ ગેટની સામે જ અકસ્માત બન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: