રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળના વર્ગ-1ના 21 કાર્યપાલક ઈજનેરોની (સિવિલ) આંતરિક બદલી થઈ છે.
આ સાથે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોતાં વર્ગ-2 એકાવન નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ને વર્ગ-1 કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી અપાઈ છે. જેમાં પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની ચાર્જ ઉપર ચાલતી ચારેય જગ્યાઓ ભરાઈ છે. ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાર્યપાલક ઈજનેરોની ખાલી જગ્યાઓ ભરાતા હવે નાયબ કાર્યપાલક ઈજનેરોની ઘણી જગ્યાઓ ખાલી પડી છે. જેને પગલે હવે મદદનીશ ઈજનેરોને ખાલી પડેલી જગ્યાઓના વધારાના ચાર્જ સોંપવા પડશે. માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરો લાંબા સમયથી પ્રમોશનની રાહમાં બેઠા હતા. ત્યારે નવરાત્રી પર્વના ચોથા નોરતે જ તેઓના પ્રમોશનના ઓર્ડર થયા હતા. રાજ્યમાં 51 નાયબ કાર્યપાલક ઈજનેરોના પ્રમોશન સાથે જ 21 કાર્યપાલક ઈજનેરોની બદલીના પણ ઓર્ડર થયા છે. જેમાં પીઆઈયુ હેલ્થ ગાંધીનગર ખાતે રહેલાં એન. એમ. પટેલને હિંમતનગર મુકાયા છે.










