ગુજરાતમાં ખોરાકમાં ભેળસેળને લઈને સરકારે આકરા તેવર બતાવ્યા છે. રાજ્ય સરકારે ખોરાકમાં ભેળસેળના ભ્રષ્ટાચાર પર લગામ લગાવી છે. ખોરાકમાં ભેળસેળ મામલે કરાતા કાયદામાં રાજ્ય સરકાર સુધારો લાવવા જઈ રહી છે. નફોનો ધીકતો ધંધા કરનાર ખોરાકના વેપારીઓ દંડની મામૂલી રકમ આપી છૂટી જતા હતા હવે આ દંડની રકમમાં ધરખમ વધારો કરવાની સરકારે વિચારણા હાથ ધરી છે.


[[$googlead]]

આરોગ્ય વિભાગ આકરા પાણીએ

રાજ્ય સરકારે દંડની જોગવાઇમાં સૂચનો મંગાવ્યા છે. જેના બાદ ફૂડ સેફ્ટી-સ્ટાન્ડર્ડસ એક્ટમાં સુધારો કરાશે. અને જો આ સૂચનોમાં કોઈ વાંધા અરજીની દરખાસ્ત નહીં આવે તો ટૂંક સમયમાં ખોરાકમાં ભેળસેળ કરવાના દંડમાં ચારગણો વધારો કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ ખાદ્યપદાર્થના નમૂના ફેલ થતા આગામી સમયમાં વેપારીઓને 20 લાખનો દંડ ફટકારવામાં આવી શકે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે પણ દંડની રકમમાં વધારો કરાશે.

[[$alsoread]]

નાગરિકો કરી શકશે ઓનલાઈન સૂચન

અગાઉ ખોરાકમાં ભેળસેળ મામલે 5 લાખનો દંડ ફટાકરવામાં આવતો હતો. તેમાં હવે ચારગણો વધારો કરાતા 20 લાખનો દંડ ફટકારવા વિચારણા હાથ ધરાઈ છે. સરકારે દંડની જોગવાઇમાં સૂચનો માંગ્યા છે. જે અંતર્ગત 5 લાખને બદલે 20 લાખનો દંડ થશે, તેમજ ખોરાક નિયમ મુજબ ના હોય તો 2 લાખનો અને મિસબ્રાન્ડ ખોરાકના વેચાણ સામે 3 લાખ સુધીનો દંડ ફટકારવાની વિચારણા હાથ ધરાઈ છે. આ મામલે 30 દિવસ સુધી નાગરિકો ઓનલાઇન સૂચન કરી શકશે.

  • Follow us on: