માણસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વોર્ડ નંબર-4માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. છેલ્લા કેટલાક સમયથી અહિ પીવાનું પાણી આવતુ નથી. જે મામલે ફરિયાદ કરતા તંત્ર દ્વારા લાઇન લીકેજ હોવાનુંજણાવીને હાથ ઉંચા કરવામાં આવી રહ્યા છે. બીજીતરફ નગરપાલિકા ટેન્કર મારફત પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યુ છે. જેથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.


માણસામાં રોડ રસ્તાની હાલત અત્યંક ખરાબ છે, પાણી અને ગટરની પાઇપલાઇનનું કામ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યુ છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. આ કામકાજ દરમિયાન પાણીની લાઇન તુટવાના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ત્યારે વોર્ડ નંબર -4માં છેલ્લા બે દિવસથી પાણી બંધ થઇ ગયુ છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો તકલીફ વેઠી રહ્યા છે. વોર્ડ નંબર ચારમાં તખતપુરા, રાવળવાસ, કપુરી ચોક, મસ્જિદ ચોક, અભેસિંહનો માઠ, ભવાનસિંહની હવેલી, મોતીસિંહનો માઢ, પ્રજાપતિ વાસ સહિતા વિસ્તારો આવે છે.

તખતપુર વિસ્તારમાં બે દિવસથી પાણી આવ્યુ નથી. પાલિકા દ્વારા આજે ટેન્કરથી પાણી આપવામાં આવ્યુ હતું. પરંતુ ભવાનસિંહની હવેલી વિસ્તારમાં પાણીના ટેન્કરની માંગણી કરાઇ તો જવાબદાર કર્મીએ ટ્રેક્ટરની બેરિંગ તુટી ગઇ છે એટલે, ટેન્કર નહી આવે તેવુ કહિને હાથ ઉંચા કર્યા હતા.


  • Follow us on: