પેથાપુર મહુડી હાઇવે પર પતરાની ઓરડીમાં રહેતા અને ભંગારનો લે વેચનો વ્યવસાય કરતા શ્રમજીવી પરિવારની મરણમુડી તસ્કરો ઉપાડી જતા પરિવાર પર આભ ફાટી પડયુ છે. તસ્કરોએ ઓરડીમાં ઘુસી સોના ચાંદીના દાગીના સહિત રૂ.6.40 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર બહાર ગયો હતો ત્યારે બંધ ઓરડીને તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે મેવારામ બાલુજી ગુર્જર (રહે. મુળ. રાજસ્થાન)એ અજાણ્યા તસ્કરો સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મેવારામ ભંગાર લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મેવારામે પ્રારંભમાં પોતાના જ ઘરના સભ્યો પર શંકા હતી. પરંતુ તપાસ દરમિયાન કોઇ સગડ નહીં મળતા ફરિયાદ નોંધાવી છે.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









