ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના વોર્ડ નં-11માં આવેલા ઝુંડાલ ગામ પાસે ગટરના ગંદાપાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં પરમેશ્વર-5 અને પરમેશ્વર-6 રહેણાંક વચ્ચે રહેલાં પ્લોટમાં ખોદકામ કરાયું હતુ. જેમાં ગટરની લાઈન તૂટી જતાં ગટરના ગંદા પાણીથી વિશાળ ખાડો ભરાઈ ગયો હતો. ગટરના ગંદા પાણીના કૃત્રિમ તળાવ જેવી સ્થિતિ અહીં સર્જાય છે. જેની દુર્ગંધ અને જીવાતોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવતા પાણીના નિકાલની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેને પગલે થોડા દિવસ રાહત થઈ હતી. જોકે અહીં ફરીથી ગટરનું પાણી ભરાઈ ગયું છે. જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. ગટરનું ગંદુ પાણી ભૂલથી કોઈ સોસાયટીના પીવાના પાણીની લાઈન સાથે ભળશે તો અહીં રોગાચાળો ફાટી નીકળે તેવી ભીતી છે. જેને પગલે અહીં વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ થાય આવે તેવી સ્થાનિકોની માંગણી છે.

Junagadh: કુકસવાડામાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યુ









