સેક્ટર-28 જીઆઈડીસીમાં માળખાગત સુવિધાઓને લઈને અત્યંત દયનીય સ્થિતી છે. વિકાસના માત્ર ખોખલા દાવાઓ કરવામાં આવે છે.
હકીકતે અહીં બિસ્માર રોડ છે. ગટર ઉભરાતી રહે છે. સ્ટ્રોમ વોટર લાઈનના અભાવે અહીં વરસાદી પાણી પણ દિવસો સુધી ભરેલું રહે છે. સ્વચ્છતા અભિયાનની મોટી વાતો ભલે કરવામાં આવી, પરંતુ આ ઔદ્યોગિત વસાહતમાં માત્રને માત્ર ગંદકી રાજ છે. એેકવાર તો અહીં આવો, વિકાસના હાસ્યાસ્પદ દ્રશ્યો અહીં જોવા મળી જશે. જીઆઈડીસી એન્જીનિયરીંગ કોમ્પ્લેક્ષ એસોસિએશન દ્વારા વ્યથા ઠાલવવામાં આવી છે.
જીઆઈડીસીમાં રસ્તાનું સમારકામ માત્ર કાગળ પર જ થઈ રહ્યું છે. જેના કારણે ગટરનું દુષિત ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાયેલું રહે છે. જે ગંદુ પાણી છેક ઉદ્યોગોના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચે છે. રોડ-પાણી-ગટર-લાઈટ જેવી પ્રાથમિક માળખાગત સુવિધાઓનો અહીં સંદતર અભાવ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માળખાગત સુવિધા સઆૃર્યની વાત છે કે, પાટનગરની જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ પણ પર્યાપ્ત નથી. અહીંના ઉદ્યોગકારો સરકારને જીએસટી, સર્વિસ ટેકસ, મ્યુનિસિપલ ટેક્સ, ઈન્કમ ટેકસ જેવા સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. છતાં પાયાની સુવિધા મળતી ન ગોવાથી નિરાશા વ્યાપી જવા પામી છે.