ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ લેવાયેલી રેવન્યુ તલાટીની પરિક્ષાનું ગાંધીનગર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ડેટા સેન્ટર ખાતેથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યુ હતું. સમગ્ર રાજ્યના જુદાજુદા સેન્ટરો પરથી પરિક્ષા આપતા ઉમેદવારોના લાઇવ મોનીટરીંગની આ પ્રથમ ઘટના છે. જે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્ટની મદદથી શક્ય બન્યુ છે. લાઇવ મોનીટરીંગ દરમિયાન પરિક્ષા આપતા તમામ ઉમેદવારોની ઝીણામાં ઝીણી ગતીવિધી પર ગાંધીનગર ડેટા સેન્ટર પરથી જ બાજ નજર રાખવામાં આવી હતી.


આ પાછળનો મુખ્ય હેતુ પરિક્ષામાં થતી સંભવિત ગેરરીતી પર નજર રાખવાની હતી. ઉલ્લેખનીય છેકે, આજરોજ રાજ્યના 23 જિલ્લામાં 1384 કેન્દ્રો પરથી રેવન્યુ તલાટીની 2389 જગ્યાઓ માટે સાડા ચાર લાખ જેટલા ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી અંતર્ગત પરિક્ષા લેવામાં આવી હતી. આ મામલે મહેસુલ વિભાગના અધિકારી કેયુર જેઠવાએ જણાવ્યુ હતુકે, આ વખતે ગાંધીનગર સ્થિત ઉપરોક્ત ડેટા સેન્ટર ખાતેથી તમામ 1384 કેન્દ્રોનું લાઇવ મોનીટરીંગ કરવામા આવ્યુ હતું. અગાઉ પરિક્ષા દરમિયાન પરિક્ષા ખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ કરવામાં આવતુ હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સની મદદથી તમામ કેન્દ્રોનું લાઇવ સ્ટ્રીમીંગ મારફત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. આ પુર્વે પરિક્ષાના પેપરને તમામ કેન્દ્રો સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પોસ્ટ વિભાગની મદદ લેવામા આવી હતી. જીપીએસ વ્હીકલ મારફત અહિના સ્ટ્રોંગરૂમથી દરેક પરિક્ષા પેપરોને જે તે જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી પરિક્ષા પુર્ણ થયા બાદ તે પેપરોને જીપીએસ વ્હિકલ મારફત પુનઃ અહિના સ્ટ્રોંગરૂમમાં લાવવામાં આવશે. જેનું પણ ટ્રેકિંગ કરાશે. ડેટા સેન્ટર ખાતેથી જ પરિક્ષા આપનાર ઉમેદવારોના ફેસ રેકગ્નાઇઝ અને ફીંગર પ્રિન્ટ કેપ્ચર કરવામાં આવ્યા હતા. પરિક્ષા 2 કલાકથી શરૂ થઇ હતી. જે સાંજના પાંચ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન ડેટા સેન્ટર ખાતેથી રાજ્યના ખુણેખુણે આવેલા પરિક્ષા કેન્દ્રોમાંથી પરિક્ષા આપનાર ઉમેદવારોની ઝીણામાંઝીણી ગતિવિધી પર બાજ નજર રાખવામાં આવી હતી.


  • Follow us on: