ગાંધીનગર શહેરના લાંચિયા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને નાગરિક સંરક્ષણ (CNCD) શાખામાં આઉટસોર્સ પદ્ધતિથી ફરજ બજાવતો એક કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી જયદીપસિંહ રામસિંહ રાજપૂતે ફરિયાદીના ઢોર ન પકડવા અને તે અંગે કેસ ન કરવાના બદલામાં લાંચની માગણી કરી હતી.
દિવાળીના હપ્તા પેટે શરૂઆતમાં માગ્યા હતા 40 હજાર રૂપિયા
આરોપી જયદીપસિંહ રાજપૂતે દિવાળીના તહેવારના હપ્તા પેટે શરૂઆતમાં કુલ 40,050 રૂપિયાની માગણી કરી હતી. જોકે, બંને પક્ષે થયેલી રકઝક અને સોદાબાજી અંતે આ રકમ ઘટાડીને 22,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી આ લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ગાંધીનગર ACBનો સંપર્ક કરીને સમગ્ર માબતે ફરિયાદ નોંધાવી હતી.
