ગાંધીનગરમાં રહેતા અને આટકોટ મેડિકલ કોલેજના મેડિકલ પ્રોફેસર સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે.આ ગઠિયા પ્રોફેસરના બેંક એકાઉન્ટમાંથી ઓટીપી મેળવ્યા વગર ચાલુ વોટ્સએપ કોલ દરમિયાન 1.25 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ મામલે કુડાસણ શ્રીફળ હાઇટ્સમાં રહેતા મેડિકલ કોલેજમાં પ્રોફિસર કેયુર ખિમદાસ નિમાવતને ગત તા. 23 મે ના રોજ એચડીએફસી બેંકના ક્રેડિક કાર્ડ વિભાગમાંથી વાત કરતી હોવાનો અને ક્રેડિક કાર્ડની લિમીટ વધારવા એક મહિલાએ વોટ્સએપ વોઈસ મેસેજ મોકલ્યો હતો. પ્રોફેસરને ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવામાં રસ હોય તેઓએ હા ભણી હતી.થોડીવારમાં તેઓને વ્હોટએપમાં વડિયોકોલ આવ્યો હતો. થોડીવારમાં તેમના મોબાઇલમાં એક ઓટીપી આવ્યો હતો. આ ઓટીપી અંગે પ્રોફેસર કાંઇ સમજે તે પુર્વે તેમના ક્રેડિટ કાર્ડમાંથી 1.25 લાખ ડેબિટ થઇ ગયા હતા. ત્યારબાદ તેઓએ ફોનમાં જોતા ક્રેડિટ કાર્ડમાંથી કપાયેલા 1.25 લાખ રૂપિયા સ્વિગી ફુડ ટ્રાન્જેક્શન થયાનું જણાયુ હતું. આથી સાયબર ગઠિયાઓએ કોઇપણ રીતે પ્રોફેસરના મોબાઇલમાં આવેલ ઓટીપી મેળવી તેમની જાણ વગર ક્રેડિટ કાર્ડમાંથી 1.25 લાખનું ટ્રાન્જેક્શન કરી લીધુ હોવાનું જણાતા આખરે તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.










