ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દીઓ વધતાં બેડ વધારવાની ફરજ પડી હતી. જેમાં આસપાસના અન્ય વોર્ડમાં મહિલા દર્દીઓ માટે ખાટલાં ગોઠવીને તમામને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ.


સિવિલમાં છેલ્લા સવા બે મહિનામાં 1,536 જેટલી ડિલિવરી કરવામાં આવી હતી. એટલે કે દૈનિક 20થી 25 જેટલી ડિલિવરી ગાંધીનગર સિવિલ ખાતે થાય છે. સિવિલના ઘણા વિભાગોમાં તબીબોના યોગ્ય નિદાન-સારવારને પગલે દર્દીઓ વધારે આવતા હોય છે. જેમાં ગાયનેક, આંખ વિભાગ, મેડિસીન, ઓર્થોપેડિક સહિતના વિભાગમાં દર્દીઓના ભારે ધસારો રહેતો હોય છે. જેમાં ઘણીવાર દર્દીઓ વધી જતાં વધારાના બેડ મુકવાની ફરજ પડે છે. હાલ ગાયનેક વિભાગમાં દર્દીઓના ભારે ધસારો રહે છે. જેને પગલે બેડ ખૂટી પડતાં આસપાસના વોર્ડમાં અન્ય દર્દીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી હતી. ગાયનેક વિભાગ પાસે 120 જેટલી બેડની સુવિધા છે, જ્યાં હાલ દર્દીઓ સંખ્યા 175થી વધુ છે. જેને પગલે આંખ વિભાગ, સર્જરી વિભાગ તથા ડી-4 ખાતે વધારાના બેડ મુકી દેવામાં આવ્યા છે.


  • Follow us on: