આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં જનજાતિ ગૌરવ દિવસ કાર્યક્રમ મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ડેડિયાપાડામાં એક લાખ લોકો કાર્યક્રમમાં જોડાયા હતાં. આ ઉપરાંત ડેડિયાપાડાથી 9700 કરોડના કામોને વડાપ્રધાન દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આદિવાસી સમુદાય કલ્યાણ માટે બે લાખ કરોડના કામો થશે.


કમોસમી વરસાદમાં 16 હજારથી વધુ ગામો અસરગ્રસ્ત થયાં છે

નાચબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હાલમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે. 26 નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા યોજાશે. આ યાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ જોડાશે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી. પાક નુકસાન સહાય અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 16 હજારથી વધુ ગામો અસરગ્રસ્ત થયાં છે. સહાય માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. 1138 કરોડના પેકેજમાં 1.25 લાખ અરજીઓ આવી છે.

1.37 લાખ નવા આયુષ્યમાન કાર્ડ બન્યાં

તેમણે કહ્યું હતું કે, રાજ્યના નાગરિકોએ આયુષ્યમાન કાર્ડનો ભરપૂર ઉપયોગ કર્યો છે. 1.37 લાખ નવા આયુષ્યમાન કાર્ડ બન્યાં છે. ઓક્ટોબરમાં 315 કરોડની સહાય કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનામાં 465 કરોડની સહાય ચૂકવાઇ છે. 1.50 લાખ વિદ્યાર્થીઓને 161 કરોડની સહાય કરાઇ છે.


  • Follow us on: