વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ કર્યો છે, પાટણ અને બનાસકાંઠામાં થયેલી અતિવૃષ્ટિને લઈ વિરોધ કર્યો છે, તાત્કાલિક સરવે કરી વ્યવસ્થા કરવા ધારાસભ્યએ માગ કરી છે તો પોસ્ટર સાથે બે ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા હતા, MLA અમૃત ઠાકોર અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા અને ગૃહમાં વિરોધ કર્યો હતો.


[[$googlead]]

ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુદરના આંકડા આવ્યા સામે

ગુજરાત વિધાનસભા ગૃહમાં નવજાત શિશુ મૃત્યુદરના આંકડા આવ્યા સામે જેમાં 31 જુલાઇ 2025ની સ્થિતિએ 1 હજાર બાળકે 15 મૃત્યુદર હોવાની વાત સામે આવી છે, ભાજપ ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે.

RTEના બાળકો સાથે ભેદભાવનો પ્રશ્ન ગૃહમાં ઉઠ્યો

RTEના બાળકો સાથે ભેદભાવનો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉઠ્યો છે, પ્રવેશ મેળવતા બાળકો સાથે ભેદભાવનો પ્રશ્ન ઉઠયો છે, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ઉઠાવ્યો પ્રશ્ન અને કહ્યું કે, અમદાવાદમાં ચાર શાળા સામે ફરિયાદ મળી છે, ગૃહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે શૈલેષ પરમારને જવાબ આપ્યો અને કહ્યું કે, ચારેય શાળાઓ CBSEની છે, શિક્ષણ વિભાગ તેની તપાસ કરશે અને જિલ્લા કચેરી દ્વારા નોટીસ પાઠવી સુનાવણી કરાઇ છે.

[[$alsoread]]

વિધાનસભા ગૃહમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગુંજ્યો

વિધાનસભા ગૃહમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગુંજ્યો છે અને ચિત્ર, સંગીત, વ્યાયામના શિક્ષકોની ભરતી કરવા માગ ઉઠી છે, વ્યાયામના શિક્ષકોમાં પૂર્વ સૈનિકોની ભરતી કરવા માગ કરાઈ છે, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં કરી માગ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો ગૃહમાં જવાબ અને કહ્યું કે, ભરતી માટે કમિટી બનાવી છે, કમિટીની ભલામણોના આધારે ભરતી કરીશું. 

  • Follow us on: