મુખ્યમંત્રી નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીએ આજે સવારે પંચદેવ મંદિરના દર્શન કર્યા અને ત્યારબાદ ત્રિમંદિરમાં દર્શન કરશે. તેઓ મંત્રીમંડળ નિવાસ સંકૂલમાં નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. સવારે 10 વાગ્યે ભદ્રકાળી માતાજીના દર્શન કરશે. અમદાવાદમાં 10: 30 વાગ્યે નાગરિકો સાથે મુલાકાત કરશે. 11:45 વાગ્યે શાહીબાગમાં પોલીસ અધિકારીઓને શુભેચ્છા પાઠવશે.


[[$googlead]]

નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે કર્યા દર્શન

ગાંધીનગર સેક્ટર 22માં આવેલુ છે પંચદેવ મંદિર અને ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે, નવુ વર્ષ દરેક ગુજરાતીઓને ફળે તેવી પ્રાર્થના અને નવી આશા,અરમાન, આકાંક્ષાઓ ફળે અને સ્વદેશી ખરીદી પર લોકોએ મહોર લગાવી છે દેશવાસીઓએ, આત્મનિર્ભરનો સંકલ્પ પુરો કરવા ગુજરાતીઓ તૈયાર છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે.

ગાંધીનગરમાં નિર્માણ પામેલું પહેલું મંદિર

પંચદેવ મંદિરની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની તરીકે ગાંધીનગરની ઘોષણા કરવામાં આવી ત્યારે શહેરમાં એક પણ મંદિર ન હતું, તેથી શહેરમાં પંચદેવનું મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામેલું પહેલું મંદિર છે. ગાંધીનગરના રહેવાસી મોટી સંખ્યામાં આ મંદિર ખાતે દર્શનાર્થે આવે છે, લોકો આ મંદિર પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે.

[[$alsoread]]


  • Follow us on: