મંત્રી મંડળમાં 14થી વધુ નવા ચહેરા આવી શકે છે જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે સ્થાન તો 2 ST,2 SC ચહેરાનો થઈ શકે છે સમાવેશ, 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે, 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે તક તો અમદાવાદ અને ઉ.ગુમાંથી CM, 1 કેબિનેટ, 2 રાજ્યમંત્રી બની શકે છે.
સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી
કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી અને મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી બની શકે છે, દ.ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે, સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી કરવામાં આવી છે, સ્વર્ણિમ સંકુલ-1માં પહેલા માળે 3 ચેમ્બરો ખાલી કરાઈ છે એમ કુલ મળીને સ્વર્ણિમ સંકુલ-2માં 9 ચેમ્બર ખાલી કરવામાં આવી છે, સ્વર્ણિમ સંકુલ-2 કુલ 29 મંત્રીને બેસવાની ક્ષમતા છે અને નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રી બનાવી શકાય છે.
ભાજપના પ્રત્યેક 7 MLAમાંથી એકને મંત્રી કે તેને સમકક્ષ 'પદ
મધ્યાહનથી મુદ્દત પુર્ણતા તરફ આગળ વધી રહેલી 15મી ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું બળ (સંખ્યા) 156 થી વધીને 162એ પહોંચ્યુ છે. 162 માંથી અધ્યક્ષ, મુખ્યદંડક ઉપદંડક જેવા વૈધાનિક અને સંસદિયપદો ઉપર પહેલાથી જ છ ધારાસભ્યો છે. જેમને મંત્રીપદ- સમકક્ષ દરજ્જો પ્રાપ્ત છે. વિસ્તરણ-ફેરફાર બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું કદ જો 16 થી વધુને 21ને પાર થશે તો પ્રત્યેક 7 માંથી એક ધારાસભ્ય મંત્રીપદે રહેશે. જો મંત્રીમંડળ પૂર્ણ કદ અર્થાત 27 સભ્યોની બની રહે તો આ રેશિયો 6 ધારાસભ્ય એકને મંત્રીપદનો રહેશે.
ક્ષત્રિય- સામાજિક સંતુલન રાખવા માટે ‘ડિઝાઇન’નું સંભવિત સ્વરૂપ
વિધાનસભા- 2027ની ચૂંટણી પૂર્વે આવનારા 50-60 દિવસમાં જ 15 મ્યુનિ. કોર્પોરેશન, 71થી વધુ નગર પાલિકાઓ, 34 જિલ્લા અને 245થી વધારે તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી એ કોઈપણ રાજકીય પક્ષ માટે વિધાનસભા ચૂંટણી જીતવાનું પ્રેરક બળ ગણાય છે. આથી, વિધાનસભા-2027ની સામાન્ય ચૂંટણીને આડે માંડ બે વર્ષનો ટુંકો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે ક્ષત્રિય અને સામાજિક સંતુલન જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કંઈક આ પ્રકારની ડિઝાઈન નક્કી કરી હોય તેવુ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.









