ગાંધીનગરમાં ગુલ્લીબાજ અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કચેરીનો સમય પૂર્ણ થયા પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક સચિવાલયમાં સહયોગ સંકુલની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. મુખ્યમંત્રીએ અલગ અલગ કચેરીઓની મુલાકાત લેતા અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. કચેરીમાંથી ગાયબ રહેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભૂપેન્દ્ર પટેલ દ્વારા અચાનક સરપ્રાઈઝ વિઝિટ
ગાંધીનગર ખાતે સચિવાલયના સહયોગ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રેરા, જિલ્લા ઉદ્યોગ કચેરી, ગટર અને પાણી પુરવઠા બોર્ડની મુલાકાત લીધી હતી. કચેરીનો સમય પૂર્ણ થયા પહેલા જ મુખ્યમંત્રી અચાનક વિઝિટ કરવા પહોંચતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.
રાજ્ય સરકારે કર્યા બદલીના આદેશ
બીજી તરફ રાજ્ય સરકારે વહિવટી તંત્રમા કેટલીક બદલીના આદેશ કર્યાં છે. ગેસ કેડરના વર્ગ 1ના 59 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.સચિવાલયમાં ફરજ બજાવતા 23 ઉપસચિવને પ્રમોશન આપવામાં આવ્યું છે. IAS સુનયના તોમરને સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાણી નિવૃત થતા GADનો વધારાનો ચાર્જ સોંપાયો છે. GSFCના MDનો વધારાનો ચાર્જ સંજીવ કુમારને સોંપાયો છે.









