ગાંધીનગરમાં સરકારી ભરતીમાં અનામત બેઠકોના મામલે માજી સૈનિકોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણી એ હતી કે માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલી બેઠકો અન્ય કોઈ કેટેગરીમાં ફાળવવામાં ન આવે. માજી સૈનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરીઓમાં તેમના માટે અનામત રાખવામાં આવેલી બેઠકો તેમને જ મળવી જોઈએ અને તેનો ઉપયોગ અન્ય કોઈ કેટેગરીના ઉમેદવારો માટે ન કરવો જોઈએ.
માજી સૈનિકોની માંગણીઓ નહીં સ્વીકારાય તો વિધાનસભાનો કરશે ઘેરાવ













