મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે.
આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે.
Also Read
Gandhinagar News : દહેગામમાં લુખ્ખા તત્વોનો આતંક, છરી લઈને પહોંચ્યો કોલેજ અને પછી થઇ જોવા જેવી...
Gandhinagar News : ડુપ્લિકેટ દવાઓ બનાવનારની હવે ખેર નહીં, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અનેક સ્થળો પર દરોડા
Gandhinagar News : અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરાઈ
ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે
એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ પ્રધાનમંત્રીએ દેશમાં શરૂ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પને સાકાર કરીને રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.
રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા
વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે. હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ- સદભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા.
રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે
માનવસેવા સેવા ટ્રસ્ટ - સદભાવના વૃદ્ધાશ્રમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે વન વિભાગ સાથે કરેલા આ એમ.ઓ.યુ. અનુસાર તેઓ રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે. વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ એમ.ઓ.યુ. થયા તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડો.એ.પી.સિંગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે. સુગુર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા અને મિતલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










