ગુજરાતમાં હાલ રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ડ્રામા ચાલી રહ્યો છે, જેમાં ગોપાલ ઈટાલિયાની સાથે કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપશે આ વાતની ચેલેન્જ સામ સામે કરવામાં આવી છે, ત્યારે ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે.


[[$googlead]]

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે સમર્થકો સાથે પહોંચશે ગાંધીનગર

કાંતિ અમૃતિયા-ગોપાલ ઇટાલિયા વિવાદ ચાલી રહ્યો છે, કાંતિ અમૃતિયાના સમર્થકો ગાંધીનગર પહોંચી ગયા છે અને કાંતિ અમૃતિયા 12 વાગે ગાંધીનગર પહોંચશે તેવી વાત સામે આવી છે, ઢોલ-નગારા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે અને કાંતિ અમૃતિયાની રાહ દેખાઈ રહી છે, જયારે પણ કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તે પહેલા વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ગોપાલ ઈટાલિયા કે કાંતિ અમૃતિયાએ વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી નથી.

[[$alsoread]]

ગોપાલ ઈટાલિયા નથી આપવાના રાજીનામું ?

કાંતિ અમૃતિયા તો ગાંધીનગર જવા માટે નીકળી ગયા છે પરંતુ ગોપાલ ઈટાલિયા કયાં છે તેનો કોઈ અતોપતો નથી, ગોપાલ ઈટાલિયા કે તેમના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા નથી, કાંતિ અમૃતિયાએ એવી ચેલેન્જ કરી છે કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે તો હું પણ રાજીનામું આપી દઈશ, પરંતુ ગોપાલ ઈટાલિયા કયાં છે તેની કોઈ વાત સામે આવી નથી, આ એક રાજકીય સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર જીત થતા મોરબીમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકોને ઉશ્કેરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી હતી

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને તે જીતે તો તેને બે કરોડ રૂપિયા હું આપીશ.કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે. હું તેમની આ ચેલેન્જને સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે. જો તમે શરૂ હોવ તો ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે.


  • Follow us on: