ગુજરાત સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયા અને યુવાનોની કઠોર મહેનતનો સુમેળ હવે પરિણામમાં પરિવર્તિત થવા જઈ રહ્યો છે. CCEમાં સફળતા મેળવનારા ઉમેદવારોને સત્તાવાર રીતે રાજ્ય સેવામાં આવકારવા માટે 22 નવેમ્બરે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.


ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4:00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યનું નેતૃત્વ કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને યુવા નેતા હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. CCE ની પરીક્ષા પાસ કરવી એ લોખંડના ચણા ચાવવા સમાન હોય છે, ત્યારે આ કસોટીમાંથી પાર ઉતરેલા તેજસ્વી તારલાઓ હવે ગુજરાતની વહીવટી પાંખને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો - Ahmedabad શસ્ત્ર PSI ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, તમામ અરજી ફગાવી

  • Follow us on: