કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી હતી. તેમણે ગાંધીનગરમાં 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત પોલીસને 534 વાહનો અર્પણ કર્યા હતાં.
લાલ દરવાજામાં સરદારબાગનું પણ લોકાર્પણ કર્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 217 કરોડના ખર્ચે તેયાર થયેલા રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદમાં ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. વાડજમા તૈયાર થનારા ઓક્સિજન પાર્કમાં 17 હજાર મીયાવાકી વૃક્ષો વાવવામાં આવશે. તેમણે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતાં. લાલ દરવાજામાં સરદારબાગનું પણ લોકાર્પણ કર્યુ હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્માર્ટ પોલિસિંગની દિશા બતાવી
ગાંધીનગરમાં 112 પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની માતાના અપમાન માટે દેશ વિપક્ષને માફ નહીં કરે. જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસતંત્ર વધુ મજબૂત બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્માર્ટ પોલિસિંગની દિશા બતાવી છે. ટેક્નોલોજીના કારણે ગુના ઉકેલવામાં આપણે આગળ છીએ. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે. 112ની ગાડીને કોઈ સીમા લાગશે નહીં. ઘટનાસ્થળથી નજીક જે ગાડી હશે તે પહોંચી જશે. અલગ સાયબર વિભાગથી લોકોને ઝડપી મદદ મળશે.