ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા વિકાસના કામો અટક્યા હોવાની ફરિયાદો તથા ચૂંટણીઓ નજીક હોવાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.


જાહેર માળખાકીય સુવિધાના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ભાર મુક્યો છે. જેને લઈને ડીડીઓ દ્વારા હવે દર શુક્રવારે એસઓ સહિત ઈજનેરી અધિકારીઓની બેઠક બોલાવીને કામગીરીનો હિસાબ માંગવાનું શરૂ કર્યું છે. શુક્રવારે મળેલી સમિક્ષા બેઠકમાં ચારેય તાલુકાના વિકાસ અધિકારીઓને પણ હાજર રખાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ સમિક્ષા બેઠક શરૂ કરતાં કામગીરી લંબાવે રાખતા કે ઝડપી ઉકેલ ન લાવી શકતાં ઘણા કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો.

જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી મળતી કારોબારી- સામાન્ય સભા સહિતની બેઠકોમાં સભ્યો દ્વારા એક સૂરે વિકાસના કામો સમયસર ન થતા હોવાની ફરિયાદો કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અધીકારીએ હવે દર અઠવાડિયે સમીક્ષા બેઠક લેવાનું શરૂ કર્યું છે. બેઠકમાં પ્રાથમિક મંજૂરી બાદ કામોને તાંત્રિક મંજૂરીની સ્થિતિ, વહીવટી મંજૂરી આપેલા કામોમાં થયેલી પ્રગતિ તથા પૂર્ણ થયેલા કામોમાં બિલો સમયસર રજૂ કરવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કાર્યપાલક ઈજનેર, ચારેય તાલુકાના વિકાસ અધિકારી, સેક્શન ઓફીસર્સ પાસેથી કામગીરીની માહિતી લેવાઈ હતી.


  • Follow us on: