ગાંધીનગર શહેરમાં એક તરફ 24 કલાક પાણીનો સપ્લાય આપવાનું શરૂ કરવા સાથે થોડા મહિનાઓમાં નવી ગટર લાઈન પણ કાર્યરત થઈ જશે. આ બધા વચ્ચે ઘણા નાગરિકો ગટર-પાણીનો વેરા ભરવામાં નિરસતા દાખવી રહ્યાં છે. હાલની સ્થિતિએ પાટનગર યોજના વિભાગ દ્વારા ગટર-પાણીનું વ્યવસ્થાપન કરાય છે. જેમાં કરોડના ખર્ચ સામે વર્ષે અઢીથી ત્રણ કરોડ જેટલું જ વેરો નાખવામાં આવે છે. જોકે હાલની સ્થિતિએ ગટર-પાણી વેરાની 50 ટકા જ વસૂલાત થઈ છે. ગયા મહિને પાંચ હજાર બાકીદારોને નોટિસ આપ્યા બાદ પણ માત્ર 4 લાખ જેટલો જ બાકી વેરો ભરાયો હતો.


પાટનગરના સ્થાપનાકાળથી પાણી-ગટરનું વ્યવસ્થાપન પાટનગર યોજના વિભાગ સંભાળે છે. આગમી સમયે 24 કલાક પાણીનો પ્રોજેક્ટ અને નવી ગટર લાઈન સાથે જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવશે. હાલની સમયે પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી-ગટરના વ્યવસ્થાપન પાછળ થતાં ખર્ચ સામે 10 ટકા જેટલી જ વસૂલાત વેરા મારફતે નાગરિકો પાસેથી કરવામાં આવે છે. જ્યારે બાકીનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.


  • Follow us on: