પેરામિલિટરીના જવાનો આગામી 29મીના શુક્રવારના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાના સન્માન અને હક્કની લડાઈ માટે મેદાને ઉતરશે.


છેલ્લા કેટલાક દિવસોથી સૈનિકોને મોટી સંખ્યામાં ગાંધીનગર આ દિવસે એકઠા થવા માટે મેસેજ શરૂ કરવામાં આવ્યા છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગરની ધરા પર શક્તિ પ્રદર્શન કરવા એકઠા થવા માટે સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ હવે આંદોલનનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. ગૃહ મંત્રાલય હેઠળના સાત ભારતીય સુરક્ષા દળોનું જૂથ છે. જે આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તથા સરહદ સુરક્ષા જાળવવા સહિતની જવાબદારી નિભાવે છે. તેઓને પોતાના પ્રશ્નો - પોતાની માંગ માટે લડવા માટે રોડ પર ઉતરવું પડી રહ્યું છે. આગામી 29મીના શુક્રવારે ગાંધીનગરમાં તમામ સૈનિકોને ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા-આંદોલનના કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં પૂર્વ આર્મી જવાનો પોતાની માંગને લઈને રસ્તા પર ઉતર્યા હતા અને માહોલ ગરમાઈ ગયો હતો. ત્યાં ફરી 29 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પેરામિલિટરીના જવાનોએ પોતાના હક્ક અને સન્માનની લડાઈ માટે રણશીંગુ ફૂંક્યું છે. એક દિવસનો સમય કાઢીને પણ આ ધરણાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી છે.

શું છે CAPFની માગણીઓ

મકાન વેરો માફ, હથિયાર ટેકન ઓવર તથા નવા પરવાના શા માટે, બાળકોના શિક્ષણમાં આરક્ષણ, સરકારી નોકરીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને લાભ મળે, ખાનગી સિક્યુરિટીમાં પ્રાથમિકતા, પર્યટક સ્થળમાં નિઃશુલ્ક, બસ સેવા ફરી, ખેતી માટે જમીન કે રહેણાંક માટે પ્લોટ, કલ્યાણ બોર્ડ. આ દસ માંગણીઓ છે.


  • Follow us on: