ગાંધીનગરમાં બે દિવસની આંશિક રાહત બાદ ફરી ઠંડીનો ચમકારો થયો હતો. જેમાં 24 કલાકમાં જ ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડીને 12.8 ડિગ્રી ઉપર પહોંચ્યો છે.


જેને પગલે રાત્રે અને વહેલી સવારે ઠંડીના ચમકારાથી નગરજનો ઠુંઠવાયા હતા. જોકે મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર ન થતાં દિવસ અને રાતના તાપમાન વચ્ચે અઢી ગણો તફાવત નોંધાયો છે.

ગાંધીનગરમાં 8 નવેમ્બરના દિવસથી 14 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. જેમાં ગત મંગળવારે ઠંડીનો પારો 13.8 ડિગ્રી નોંધાયો હતો. જે બાદ તાપમાનની વધઘટ વચ્ચે 14.5થી 15.5 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું હતુ. શનિવારે 15.5 ડિગ્રી ઠંડી નોંધાયા બાદ બે દિવસથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગઈકાલે શહેરમાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી નોંધાયા બાદ આજે 12.8 ડિગ્રી નોંધાયો હતો. એટલે કે 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. જેને પગલે ઠંડીમાં થયેલી આંશિક રાહત વચ્ચે આજે ફરી લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. લઘુત્તમ તાપમાનમાં ઘડાટા વચ્ચે મહત્તમ તાપમાનમાં કોઈ ફેર પડયો નથી શહેરમાં આજે બપોરે તાપમાન 30.5 ડિગ્રી પહોંચી ગયું હતુ.


  • Follow us on: