નભોઇ કેનાલમાં છલાંગ લગાવનાર યુવક યુવતીને સીએમ બંદોબસ્તમાં હાજર ઇન્ફોસિટીના પોલીસ જવાને કેનાલમાં કુદીને જીવ બચાવ્યો હતો.


પોલીસ જવાનની આ પ્રશંસનિય અને સાહસીક કામગીરીથી પ્રભાવીત થઇ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. બનાવ આજે બપોરે બન્યો હતો.

ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ વિષ્ણુભાઇ નારણભાઇ આજે સીએમ બંદોબસ્તમાં હતા. બપોરે દોઢ કલાક આસપાસ નભોઇ કેનાલમાં એક યુવતી અને યુવકને આત્મહત્યા માટે ઝંપલાવતા જોયા હતા. પરિસ્થિતિ કળી ગયેલા વિષ્ણુભાઇએ પળવારનો વિલંબ કર્યા વગર તાત્કાલીક કેનાલમાં ઝંપલાવ્યુ અને ડૂબી રહેલા યુવક યુવતીને બચાવવા પ્રયાસ કર્યો હતો.

દરમિયાન આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. બંનેના સંયુક્ત પ્રયાસોથી યુવક યુવતીને કેનાલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને જીવન આસ્થા કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું કાઉન્સેલીંગ કરીને ત્યારબાદ બંનેને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ કામગીરીથી વિષ્ણુભાઇએ પોલીસ દળની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું.


  • Follow us on: