વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણક્ષેત્રે શિક્ષકોની ભૂમિકાને હંમેશા ખૂબ જ મહત્વ આપ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેઓએ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાની પરંપરા બનાવી છે. એ જ પરંપરાને આગળ ધપાવતા, આજના શિક્ષક દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમના નિવાસસ્થાને શિક્ષકોનું સન્માન કરવા માટે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે 5 સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે


ઉલ્લેખનીય છે કે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને એક શ્રેષ્ઠ શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે.



રાજ્યના શ્રેષ્ઠ 37 શિક્ષકોને પારિતોષિક આપવામાં આવ્યા


આજે સવારે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ આયોજિત કરવામાં આવ્યો, જેમાં રાજ્યના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજ્યના શ્રેષ્ઠ 37 શિક્ષકોને પારિતોષિક આપવામાં આવ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ શિક્ષકોનું સ્વાગત કરશે


આ તમામ 37 શિક્ષકો સાથે પ્રેરણા સંવાદ કરવા માટે મુખ્યમંત્રીએ તેમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ શિક્ષકોનું સ્વાગત કરશે અને તેમની પ્રેરણાસભર સંવાદ કરશે. આ દરમિયાન, ચૂંટાયેલા 3 શિક્ષકો મુખ્યમંત્રી સાથે તેમના શિક્ષક તરીકેના પ્રતિભાવો અને અનુભવો શેર કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી તમામ શિક્ષકોને પ્રેરણાસભર ઉદ્બોધન કરશે. 
  • Follow us on: