ગાંધીનગરના મુખ્ય રસ્તાઓની માફક હવે સેક્ટરોના એપ્રોચ અને રિંગ રોડ પણ પહોળા બનાવવાનું આયોજન હાથધરવામાં આવ્યુ છે. અગાઉ મનપાએ આ કામગીરી શરૂ કરી હતી. પરંતુ ત્યારબાદ એકાદ બે સેક્ટરોમાં કામ પુર્ણ કર્યા બાદ તેને કોઇ કારણોસર આટોપી લેવામાં આવી હતી. આ સમયે મોટાભાગે એપ્રોચ રોડની કામગીરી થઇ હતી. પરંતુ રિંગ રોડને પહોળા બનાવવાનુ કામ અટકી પડયુ હતું. જે હવે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે મનપા ટેન્ડર પણ બહાર પાડશે. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. તેના મુખ્ય પહોળા રસ્તાઓ અને ગ્રીનરીએ તેને પાટનગર ઉપરાંત અનોખી ઓળખ આપી છે.


મુખ્ય રસ્તાઓ બાદ મહાનગરપાલિકા હવે સેક્ટરોના એપ્રોચ રોડ અને રીંગરોડને પહોળા કરવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. આ માટે ટુંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. શહેરમાં પ્રવેશતા પહોળા માર્ગો અને બ્યૂટીફિકેશનની જેમ હવે સેક્ટરોમાં પ્રવેશતા એપ્રોચ રોડ અને રિંગરોડની કાયાપલટ કરવામાં આવશે. આ માટે મનપા દ્વારા ટુંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


  • Follow us on: