મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. 29 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે.


દર મહિને આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ ૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 29 ઓગસ્ટ ને શુક્રવારે યોજાવાનો છે.

ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને રજૂઆતો કરી શકશે

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર , તા. 29 ઓગસ્ટ ના રોજ સવારે 8 થી 11  દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.


  • Follow us on: