કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-2026 (SIR) જાહેર કરવામાં આવ્યો છે. ?જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તાર દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલમાં ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે.


બીએલઓ દ્વારા થતી કામગીરીના નિરીક્ષણ માટે આજે કલેક્ટર અલગ-અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા. જેમાં તેઓએ કામગીરી કરતાં બીએલઓ તથા મતદારો સાથે વાત કરીને વિગતો મેળવી હતી.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર મેહુલ દવે આજે સેક્ટર-27ની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ સેક્ટર-27 બુથ નંબર 207 થી 211, આનંદ નગર, ગાયત્રીનગર, સ્વાસ્તિક સોસાયટી, શિવ શક્તિ સોસાયટી, ઓમકારેશ્વર સોસાયટી તથા SRP ક્વાર્ટરના રહિશોને SIRની કામગીરી અન્વયે માહિતી આપી હતી. SIR કાર્યક્રમને મળેલા લોકોના પ્રતિસાદને બિરદાવતા કલેક્ટરે મતદારોનો સંપૂર્ણ સહકાર મળી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે SIRને લગતી તમામ વિગતોની વિસ્તૃત ચર્ચા કરી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી, કામગીરીને વેગવંતી બનાવવા માટે કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. સેક્ટર-27ની મુલાકાત કલેક્ટર મેહુલ દવેએ દરમિયાન સોમેશ્વર સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ ભીખુભાઈ વસાવાના ઘરે મતદાર સુધારણાની ચાલી રહેલી કામગીરી રૂબરૂ નિહાળી હતી. તેઓએ રાજેશભાઈના પરિવાર તથા આસપાસના લોકોને SIR અંતર્ગત ચાલતી મતદાર સુધારણા કામગીરીની મહત્તા સમજાવી હતી. આ ઉપરાંત કલેક્ટર દહેગામ શહેરી વિસ્તારમાં આવેલી કલ્પના સોસાયટી વિભાગ-2 ખાતે ચાલી રહેલી ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મતદાર હિતેશકુમાર જોશીના ઘરે જઈને કલેક્ટરે તેમના પરિવાર તથા સોસાયટીના અન્ય સભ્યો સાથે વાતચીત કરી હતી.


  • Follow us on: