દહેગામ શહેરમાં આવેલા સાત ગરનાળાથી ટેસ્ટીલ થઇને ચિલોડા તરફ જતો માર્ગ ભારે વાહનો માટે વન-વે કરી દેવાયો છે. અહીં થોડા દિવસ પહેલાં એસટી બસે બાળકીને ટક્કર મારતા લોકોનો રોષ જોવા મળ્યો હતો. જેને પગલે હાલ ભારે વાહનોને હાલ તુરંત એકમાર્ગીય પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે આ માર્ગો ઉપર ખોટી રીતે દોડતી એસટી બસોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવા સૂચના અપાઈ છે.બંને તરફના રસ્તાના પ્રવેશ પોઇન્ટ પાસે જ હોમગાર્ડનો પોઇન્ટ મુકી દેવાયો છે. જેથી ચિલોડા તરફથી આવતા કોઇ પણ ભારે વાહન ડેમ્પર કે એસટી બસો આ માર્ગે ઘુસ મારી શકતા નથી. તમામ વાહનો વાયા નેહરુ ચોકડી થઇને શહેરમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે દહેગામથી ચિલોડા તરફના માર્ગે જ ભારે વાહનોને પ્રવેશ અપાય છે.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









