ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)ના બે કર્મચારીઓને આજરોજ એસીબીએ રૂ.70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ કર્મચારીઓએ ફરિયાદીને ઝડપી ફાઇલ ક્લિયર કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. એસીબીએ સેક્ટર-4ના છાપરા પાસે સફળ છટકુ ગોઠવ્યું હતું. એસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિએ ગુડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભર્યુ હતું. તેનું નામ વેઇટીંગ લિસ્ટમાં હતું. દરમિયાન ગુડામાં ફરજ બજાવતા રોહન કિશોર પાર્કર તથા નયન અમૃતલાલ પરમાર ઉપરોક્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. રોહન પાર્કર સિવીલ એન્જિનયર અને ગુડામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જ્યારે નયન પરમાર જુનિયર ક્લાર્ક છે. બંને આઉટસોર્સ કર્મચારી છે. તેઓએ ફરિયાદીને તેની ફાઇલ ઝડપથી ક્લિયર કરવા તથા મકાનના દસ્તાવેજ અને ચાવી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.


  • Follow us on: