રાજ્યના HTAT મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક અતિ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોની સળંગ સેવા અને ઓલ્ડ પેન્શન સ્કીમ બાબતે લાંબા સમયથી ચાલી આવતા પડતર કેસોનો કાયમી નિકાલ કરવા માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 15 નથી શરૂ થઈને 8 જુલાઈ સુધી ચાલનારા આ ખાસ કેમ્પ અંતર્ગત અંદાજે 1771 જેટલા મુખ્ય શિક્ષકોના પડતર પ્રશ્નો અને કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવશે.
સળંગ સેવાનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં
શિક્ષણ વિભાગના આ નિર્ણય અનુસાર,એપ્રિલ 2005 અગાઉ સીધી ભરતીથી નિમણૂંક પામેલા મુખ્ય શિક્ષકોની સેવાને સળંગ ગણવામાં આવશે અને તેમને સીધો લાભ મળવાપાત્ર થશે.જો કે,આ યોજનાનો લાભ મેળવવા માટે શિક્ષકોએ આગામી ત્રણ માસની અંદર પોતાનો વિકલ્પ સત્તાવાર રીતે આપવો પડશે.આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે જે કર્મચારીઓએ અગાઉ કોઈ કારણસર રાજીનામું આપ્યું હશે,તેમને આ સળંગ સેવાનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં.













