દેશમાં મગફળીના વાવેતરમાં ગુજરાત અવ્વલ છે. રાજ્યમાં 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. દેશના કુલ વાવેતરના 50 ટકા વાવેતર ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ઇતિહાસ રચશે, મગફળીનું ઉત્પાદન 66 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ગત વર્ષે 12.22 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઇ હતી, આ વર્ષે 7.98 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજ્યમાં 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર
વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત છે. ગુજરાત સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે દેશમાં પ્રથમ છે. મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે. ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકૉર્ડ બ્રેક 66 લાખ મે. ટન થવાનો અંદાજ છે.
મગફળી ઉત્પાદન રેકૉર્ડ બ્રેક 66 લાખ મે. ટન થવાનો અંદાજ
ગત વર્ષે રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. અત્યારસુધી 7.98 લાખ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે મગફળીમાં ખેડૂતોએ વધારે વાવેતર કરી રેકોર્ડ બનાવ્યો છે.