ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. મંડળ દ્વારા સપ્ટેમ્બર 2026 માં આયોજિત થનારી CCE (કમ્બાઇન્ડ કમ્પિટીટીવ એક્ઝામ) પ્રિલિમિનરી પરીક્ષા માટે આવેલા તમામ ઉમેદવારોના અરજી પત્રોની કડક સ્ક્રુટિની (ચકાસણી) હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા સમાચાર
અરજીઓની આ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંડળ દ્વારા મોટી સંખ્યામાં ક્ષતિગ્રસ્ત અરજીઓને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચકાસણી બાદ બહાર આવેલા આંકડા અનુસાર કુલ 76,710 ઉમેદવારોની અરજીઓ રિજેક્ટ (રદ્દ) કરવામાં આવી છે. આ ફોર્મ રદ્દ થવા પાછળ મંડળે મુખ્ય 4 કારણો દર્શાવ્યા છે.
