રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી અને કોલેજોમાં ફરજ બજાવતા ગ્રંથપાલો (લાઈબ્રેરિયનો) માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તેમજ બિન-સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) કોલેજોમાં કાર્યરત લાઈબ્રેરિયનની જગ્યાઓને 'શૈક્ષણિક' સંવર્ગ તરીકે ગણવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર

https://epapercdn.sandesh.com/images/2026/08/22/sSVUI47b6Gz7C3aqgm2JnPY0bHdIhcZc1EdBpe6T.pdf

રાજ્યની કોલેજોના લાઈબ્રેરિયનો માટે આવ્યા મોટા સમાચાર

આ નિર્ણય અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ સંબંધિત યુનિવર્સિટીઓ, કોલેજો અને શિક્ષણ અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત લાઈબ્રેરિયનો દ્વારા લાંબા સમયથી તેમની કેડરને શૈક્ષણિક ગણવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી હતી. યુજીસી (UGC) ની માર્ગદર્શિકા અનુસાર પણ લાઈબ્રેરિયનનું પદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સીધું જોડાયેલું હોવાથી આ નિર્ણય મહત્વનો બની રહે છે.

સરકારી અને બિન-સરકારી અનુદાનિત કોલેજોને મળશે લાભ

આ મંજૂરી બાદ હવે કોલેજના લાઈબ્રેરિયનોને નોન-ટીચિંગ કે વહીવટી કર્મચારીઓને બદલે એકેડેમિક (શૈક્ષણિક) સંવર્ગનો સત્તાવાર દરજ્જો મળશે. શૈક્ષણિક દરજ્જો મળવાથી લાઈબ્રેરિયનોને એકેડેમિક પે-સ્કેલ, પ્રમોશન અને સંશોધન/અભ્યાસ સંબંધિત શૈક્ષણિક સુવિધાઓનો લાભ મેળવવાનો માર્ગ સરળ બનશે.રાજ્યની વિવિધ કોલેજોના લાઈબ્રેરિયનો અને અધ્યાપક મંડળો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગના આ નિર્ણયને સહર્ષ આવકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ, 2 લોકોનું સલામત રેસ્ક્યૂ