ગુજરાતમાં મતદાર યાદીની મુસદ્દા યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.48 કરોડ મતદારો નોંધાયા છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન મતદારોની સંખ્યામાં 8.46 લાખનો વધારો થયો છે. મુસદ્દા યાદી જાહેર થતાં હવે મતદારો પોતાના નામ અને વિગતો ચકાસી શકશે. યાદીમાં કોઈ ભૂલ હોય અથવા નામ ઉમેરવાનું હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકાશે.
નામ ઉમેરવા કે કમી કરવા માટે આ ફોર્મ ભરવું પડશે
મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ-6 ભરવાનું રહેશે, જ્યારે યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-7 ભરવાનું રહેશે. 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી મતદારો વાંધા અને રજૂઆતો નોંધાવી શકશે. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નામ, સરનામું અથવા અન્ય વિગતો સંબંધિત સુધારા માટે પણ જરૂરી પ્રક્રિયા કરી શકાશે.
