ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.
ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચાર
આ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.
