ગુજરાત રાજ્યમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા અધિકૃત રીતે 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો 2026' (Gujarat Fire Prevention and Life Safety Measures Amendment Rules 2026) જાહેર કરવામાં આવ્યા છે, જેનું વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
હાઇ-રાઇઝ બિલ્ડિંગો અને શૈક્ષણિક સંકુલો માટે કડક જોગવાઈ
નવા નિયમો અનુસાર, રાજ્યમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ હાઈ-રાઈઝ બિલ્ડિંગો માટે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૯ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલો માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય કરાયું છે, જેથી વિદ્યાર્થીઓ અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
