સુરતના અબ્રામા ખાતે હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગના કારણે આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ બિનમાર્ગીય ખોરાકથી અસરગ્રસ્ત થયા બાદ સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર કડક એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા ગઈકાલે આપવામાં આવેલા આદેશો બાદ રાજ્યભરમાં હોસ્ટેલો અને કેન્ટીનો સામે મોટું ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ રાજ્યભરની 47 સરકારી, 21 અર્ધસરકારી અને 132 ખાનગી મળીને કુલ 200 હોસ્ટેલ-કેન્ટીનોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Has the Surat incident opened the eyes of the administration?

114 નમૂના લેવાયા અને 61 કેન્ટીનોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ

તપાસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે જુદી જુદી જગ્યાએથી કુલ 114 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ 61 હોસ્ટેલ-કેન્ટીનોને તાત્કાલિક સુધારો કરવા માટે 'ઈમ્પ્રુવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે, જેથી યોગ્ય ગુણવત્તા જાળવવામાં ન આવે તો આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય.

Has the Surat incident opened the eyes of the administration?

200 કેન્ટીનના ચેકિંગમાં 10 કેન્ટીનો સીલ

આકસ્મિક ચેકિંગ દરમિયાન અત્યંત ગંભીર અસ્વચ્છતા અને બિન-આરોગ્યપ્રદ પરિસ્થિતિ મળી આવતાં 10 હોસ્ટેલ-કેન્ટીનોને તાત્કાલિક અસરથી બંધ કરાવીને સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનાર એક હોસ્ટેલ-કેન્ટીનનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ કડક પગલાંથી શૈક્ષણિક સંસ્થાઓના કેન્ટીન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો