પંજાબમાં ચાલી રહેલા પૂરથી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં 53 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 23 જિલ્લાઓના 2185 ગામોના 3 લાખ 88 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પંજાબમાં પૂરની સ્થિતિમાં ગુજરાતે મદદ કરી છે. ગુજરાત સરકારે પંજાબમાં રાહત સામગ્રી મોકલાવી છે. ટ્રેન મારફતે રાહત સામગ્રી પંજાબ મોકલાઇ છે. પંજાબમાં 700 ટન સમાન મોકલવામાં આવ્યો છે.


પંજાબમાં પૂરની સ્થિતિમાં ગુજરાતે મદદ કરી

પૂર ગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત સરકારે 20 જેટલી વસ્તુઓ મોકલવામાં આવી છે. જેમાં 70 ટન ઘઉનો લોટ, 70 ટન ડુંગળી-બટાકા, 60 ટન ચોખા, 10 હજાર લીટર સિંગતેલ, તુવરદાળ, ખાંડ, દૂધનો પાવડર સહિતનો સામાન મોકલવામાં આવ્યો છે. ભારે પૂરના કારણે ઘરો નાશ પામ્યા છે, પાક બરબાદ થયા છે અને લોકો બેઘર થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામમાં બધે પાણી જ પાણી દેખાય છે.

ગુજરાતે પંજાબમાં 700 ટન સમાન મોકલ્યો

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં પણ યમુના નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે અને ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ગ્રામજનોનો આરોપ છે કે વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી રાહત સામગ્રી અપૂરતી છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો છે અને સમીક્ષા બેઠક પણ યોજી છે.


  • Follow us on: